શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના એ ગુજરાત રાજ્ય સરકારની ઉપયોગી યોજના છે, જે ખાસ કરીને શ્રમિક પરિવારની મહિલાઓ માટે બનાવવામાં આવી છે. તો આ યોજના શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કોણ લાયકાત ધરાવે છે? કેટલો નાણાકીય લાભ મળે છે? અરજી માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય – આવા તમામ પ્રશ્નોના સરળ જવાબો આપણે આજના આ લેખમાં જાણવા જઈ રહ્યા છીએ. લેખને અંત સુધી વાંચો જેથી તમે આ યોજનાનો પૂરો લાભ મેળવી શકો અને યોગ્ય રીતે સહાય મેળવવા માટે અરજી કરી શકો.
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના શું છે?
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે. આ યોજના ખાસ કરીને એવા શ્રમિક પરિવારો માટે શરૂ કરવામાં આવી છે, જેઓ બાંધકામ ક્ષેત્રે કામ કરે છે અને જેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે. જ્યારે આવા શ્રમિક પરિવારમાં સગર્ભા મહિલા હોય અથવા બાળ જન્મ થાય, ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પોષણ માટેનો ખર્ચ અને પ્રસૂતિ પછીનું ધ્યાન રાખવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારી મદદ માત્ર પાત્ર શ્રમિકોને જ મળે છે. નોંધાયેલ મહિલા કે તેમના પતિઓને સરળ અને સમયસર સહાય મળી રહે એ માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે.
યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સગર્ભા શ્રમિક મહિલાઓને યોગ્ય આરોગ્ય સેવાઓ મળે, તેમની સગર્ભાવસ્થા દરમિયાન તેઓને આરામ મળે અને પ્રસૂતિ વખતે આવનારા ખર્ચ માટે કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલી ન પડે. સામાન્ય રીતે સગર્ભા મહિલાઓને પોષણ અને આરામની ખુબ જ જરૂરિયાત હોય છે, પણ નબળી આર્થિક સ્થિતિના કારણે પરિવારો તબીબી સહાય લેવામાં અસમર્થ હોય છે. એવા પરિવારો માટે સરકાર આ યોજનાથી રાહત લાવવાનો પ્રયાસ કરે છે અને તંદુરસ્ત બાળકના જન્મ માટે યોગ્ય વ્યવસ્થા શક્ય બને છે.
આ પણ વાંચો – પીએમ વિશ્વકર્મા યોજના 2025
કોણ લાયક છે?
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ તો, આ યોજના માત્ર ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકો માટે જ છે. એટલે કે, મહિલા શ્રમિક પોતે બોર્ડમાં નોંધાયેલ હોય કે પછી પતિ બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલ હોય – બંને કિસ્સાઓમાં લાભ મળી શકે છે. નોંધણી પ્રમાણપત્ર જરૂરી છે. સાથે જ અરજી કરતી વખતે તે મહિલા સગર્ભા હોવી જોઈએ અને સગર્ભાવસ્થાનો સમયગાળો અથવા કસુવાવડ સંબંધિત માહિતી પણ આપવી જરૂરી છે. આ ઉપરાંત, અરજી સમયમર્યાદા હેઠળ જ કરવાની રહે છે.
કેટલો લાભ મળે છે?
આ યોજના હેઠળ મળતી સહાય અલગ અલગ કિસ્સામાં જુદી જુદી હોય છે. જો મહિલા પોતે બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલ છે, તો તેને પ્રથમ બે પ્રસૂતિ માટે કુલ રૂ. 37,500/-ની સહાય મળવાપાત્ર છે. તેમાંમાંથી સગર્ભાવસ્થા દરમિયાન રૂ. 17,500/- અને બાળકના જન્મ પછી રૂ. 20,000/- આપવામાં આવે છે. જો મહિલા શ્રમિક નોંધાયેલ ન હોય પરંતુ પતિ બાંધકામ શ્રમિક છે તો આવી સ્થિતિમાં રૂ. 6,000/-ની સહાય મળે છે. આ સહાયના કારણે સ્ત્રીઓ માતૃત્વ સમયે તંદુરસ્ત રહે શકે છે અને બાળકના આરોગ્ય માટે યોગ્ય પોષણ પણ મેળવી શકે છે.
આ પણ વાંચો – મન ફાવે ત્યાં ફરો યોજના ગુજરાત
અરજી કેવી રીતે કરવી?
આ યોજનામાં અરજી કરવી ખુબ જ સરળ છે. અરજદાર https://sanman.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમારું અગાઉથી રજિસ્ટ્રેશન થયું હોય તો તમારે માત્ર લૉગિન કરવાનું રહેશે. લૉગિન કર્યા પછી આપેલ ફોર્મમાં જરૂરી માહિતી ભરવી, યોગ્ય યોજના પસંદ કરવી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરવું. જો તમારી પાસે ઓનલાઇન અરજી કરવાની સુવિધા ન હોય તો તમે તમારા જિલ્લાના બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીમાં જઈને પણ અરજી કરી શકો છો. અરજી કર્યા પછી તમારો અરજી નંબર સાચવી રાખવું ખુબ જ જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો
આ યોજનામાં અરજી કરતી વખતે નીચે જણાવેલ દસ્તાવેજોની જરૂર પડે છે:
- મમતા કાર્ડની નકલ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બેંક પાસબુકની નકલ
- સોગંદનામું
- જો કસુવાવડના કિસ્સામાં હોય તો PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર આ બધા દસ્તાવેજો અરજી સાથે જોડવા જરૂરી છે જેથી તમારી અરજી મંજૂર થવામાં મોડું ન થાય.
આ પણ વાંચો – મિશન વાત્સલ્ય યોજના ભરતી
સહાય કઈ રીતે મળશે?
જ્યારે અરજી યોગ્ય રીતે ભરાઈ હોય અને બોર્ડ દ્વારા તેની તપાસ થયા પછી મંજૂર કરવામાં આવે છે, ત્યારે લાભાર્થીના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) પદ્ધતિ દ્વારા સહાયની રકમ જમા કરવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે કેટલીક અઠવાડિયામાં પૂર્ણ થાય છે. જો કસુવાવડ અથવા મૃત બાળકના કિસ્સા હોય તો પણ સરકાર તરફથી સહાય મળે છે – પરંતુ એ માટે માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. જેથી સરકાર માટે યોગ્ય પ્રમાણિકતા સાબિત થઈ શકે.
સંપર્ક માહિતી
આ યોજના વિષે વધુ માહિતી મેળવવા માટે અથવા કોઈ સમસ્યા આવે તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર અથવા વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો:
- સત્તાવાર વેબસાઇટ: www.bocwwb.gujarat.gov.in અને www.sanman.gujarat.gov.in
- હેલ્પલાઇન નંબર: 079-25502271
અરજી કરવા માટે જરૂરી લિંક:
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અન્ય યોજનાની માહિતી માટે | અહીં ક્લિક કરો |