Man Fave Tya Faro Yojana GSRTC 2025 | મન ફાવે ત્યાં ફરો યોજના ગુજરાત

GSRTC Man Fave Tya Faro Yojana એ ગુજરાતના મુસાફરો માટે એક અનોખી અને ખર્ચમાં કિફાયતી પ્રવાસ યોજના છે. રાજ્યના પ્રવાસીઓ હવે માત્ર ₹450થી શરૂ થતા ભાડામાં 4 થી 7 દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકે છે. GSRTC Man Fave Tya Faro Scheme ખાસ કરીને ઉનાળાની રજાઓ માટે રજૂ કરવામાં આવી છે, જેથી લોકો પરિવાર અને મિત્રો સાથે આરામદાયક અને સસ્તી મુસાફરીનો લાભ લઈ શકે.

Man Fave Tya Faro Yojana એટલે શું?

Man Fave Tya Faro Yojana GSRTC દ્વારા લોંચ કરાયેલ એક ખાસ પ્રવાસ યોજના છે. આ યોજના હેઠળ ગુજરાતના લોકો ખૂબ ઓછા ભાડામાં ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોએ મુસાફરી કરી શકે છે. હવે તમને વિવિધ સ્થળોએ ફરવા માટે અલગ અલગ ટૂર પેકેજની જરૂર નહિ રહે — હવે માત્ર એક પાસમાં આખું ગુજરાત ફરી શકાય છે. GSRTC Man Fave Tya Faro Yojana રાજ્યના દરેક ST ડેપોમાં ઉપલબ્ધ છે અને બધાં માટે ઉપલબ્ધ છે.

કેટલા દિવસ માટે અને કેટલા ભાડામાં મુસાફરી થઈ શકે?

આ GSRTC Man Fave Tya Faro Yojna હેઠળ પ્રવાસીઓ માટે બે વિકલ્પ છે:

  • 4 દિવસ માટેનું ટૂર પાસ: ₹450 થી ₹850 સુધી
  • 7 દિવસ માટેનું ટૂર પાસ: ₹850 થી ₹1450 સુધી

આમાં તમે તમારી પસંદગી મુજબ લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર કોચ, એસી કોચ કે વોલ્વો જેવી બસ સેવા પસંદ કરી શકો છો. તમે જેટલી સારી કેટેગરી પસંદ કરશો તેટલું ભાડું વધારે થશે, તો પણ અન્ય પ્રાઇવેટ ટૂર પેકેજ કરતાં ઘણો ફાયદો આ યોજનામાં મળે છે.

કઈ કઈ બસ સેવામાં લાભ લઈ શકાય?

GSRTC Man Fave Tya Faro Scheme હેઠળ નીચેની બસ કેટેગરી ઉપલબ્ધ છે:

  • લોકલ બસ
  • એક્સપ્રેસ બસ
  • ગુર્જરનગરી
  • લક્ઝરી કોચ
  • નોન-AC અને AC સ્લીપર કોચ
  • Volvo (વોલ્વો) બસ

પ્રત્યેક મુસાફર પોતાની જરૂર અને બજેટ મુજબ બસ પસંદ કરી શકે છે. જો તમે દૂરના સ્થળે મુસાફરી કરો છો તો સ્લીપર કે વોલ્વો બસ વધુ આરામદાયક વિકલ્પ બની શકે છે.

તમે કયા સ્થળે જઈ શકો છો?

Man Fave Tya Faro Yojana GSRTC હેઠળ તમારે ગુજરાતના કોઈપણ ખૂણામાં મુસાફરી કરવાની છૂટ મળે છે. તમારું ટિકિટ પાસ લઈને તમે નીચેના લોકપ્રિય સ્થળો પર જઈ શકો છો:

  • અંબાજી, પાવાગઢ, ચામુંડા
  • દ્વારકા, સોમનાથ, પોરબંદર
  • ગીર અને ગીરનાર
  • કચ્છ અને ભુજ
  • સાપુતારા અને ઊના
  • નર્મદા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)
  • તથા અન્ય

Man Fave Tya Faro Yojana Booking કેવી રીતે કરવી?

ઓફલાઇન બુકિંગ:

તમારું Man Fave Tya Faro Yojana Booking નજીકના GSRTC ડેપો અથવા ST બસ સ્ટેશન પર જઈને કરાવી શકો છો. ત્યાંથી તમને ફોર્મ મળશે જે ભરીને ઓળખપત્ર સાથે સબમિટ કરવાનું રહેશે. ફી ભર્યા બાદ તરત જ તમારું પાસ મળી જશે.

ઓનલાઇન બુકિંગ:

તમે GSRTC Man Fave Tya Faro Yojana નું પાસ તેમના ઓફિશિયલ વેબસાઈટ www.gsrtc.in કે “GSRTC Online” એપ્લિકેશન મારફતે પણ બુક કરી શકો છો. તમારું નામ, ઉંમર, ઓળખપત્ર, ફોટો અને પસંદ કરેલી મુસાફરી કેટેગરી દાખલ કરો. પેમેન્ટ કર્યા બાદ તમને પાસ PDF રૂપે મળશે.

આવશ્યક દસ્તાવેજો શું છે?

  • આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ઉંમર પુરાવો (જેમ કે બર્થ સર્ટિફિકેટ – બાળકો માટે)

આ યોજનાના ફાયદા શા માટે ખાસ છે?

GSRTC Man Fave Tya Faro Scheme દરેક ગુજરાતીને ઓછા ખર્ચે ગુજરાતનો આનંદ માણવાની તક આપે છે. આજના સમયમાં જ્યાં મુસાફરી ખૂબ મોંઘી થઈ ગઈ છે, ત્યાં આ યોજના સામાન્ય લોકો માટે આશીર્વાદરૂપ છે. તમે માત્ર નાની ફી ભરીને 4 કે 7 દિવસ માટે પર્યટન સ્થળોએ જઈ શકો છો. આ યોજના રાજ્યના પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપે છે.

નિસ્કર્ષ:

Man Fave Tya Faro Yojana એ માત્ર એક ટૂર પ્લાન નથી, એ એક અવસર છે – ગુજરાતને નજીકથી માણવાનો. જો તમે થોડા દિવસના બ્રેકમાં સસ્તી અને મજા ભરેલી મુસાફરી કરવા માંગો છો, તો આ યોજના તમારા માટે પરફેક્ટ છે. આજે જ તમારું GSRTC Man Fave Tya Faro Yojana Booking કરો અને પરિવાર સાથે આનંદ માણો. આશા છે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. જો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આ લેખ શેયર જરૂરથી કરજો.

Leave a Comment