પીએમ વિશ્વકર્મા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ખુબજ અગત્યની યોજના છે જે પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારો માટે ખાસ બનાવવામાં આવી છે. તો પીએમ વિશ્વકર્મા યોજના શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ યોજનાથી કેટલો લાભ મળે છે? કોણ-કોણ પાત્ર છે? કેટલો વ્યાજ દર છે? લોન કેટલી મળે છે? અરજી માટે શું ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને કઈ રીતે ઓનલાઇન અરજી કરવી – એ તમામ માહિતી આજના આ લેખમાં અમે તમારા માટે સરળ ભાષામાં રજૂ કરી છે, જેથી તમે સરળતાથી સમજી શકો અને આ યોજનાનો સમયસર લાભ લઇ શકો.
યોજના શું છે?
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એવી યોજના છે જે ખાસ કરીને આપણા દેશના એવા લોકો માટે છે, જેઓ પેઢી દર પેઢી પોતાના હાથે કળા કે કૌશલ્યવાળું કામ કરે છે જેમાં સુથાર, લુહાર, તાળાકાર, દરજી, વાળંદ, પથ્થર તોડનાર, ઘડિયાળ મરામત કરનાર અને આ પ્રકારના હસ્તકલા કે હાથેથી કામ કરતા કારીગરોનો સામેવશ થાય છે. ઘણી વાર આવા લોકો પાસે યોગ્ય સાધનસામગ્રી, નવી ટેકનોલોજી, બજાર સુધી પહોંચ અથવા પૂરતું નાણાંબળ નથી હોતું અને તેથી તેમના ધંધાનો વિકાસ થવો જોઈએ એવો થતો નથી. આવા કારીગરોને સમર્થ બનાવવું, તેમને લોન, તાલીમ અને ટૂલકીટ આપવામાં આ યોજના ખૂબ ઉપયોગી છે. આ યોજના વડે સરકારનો ઉદ્દેશ્ય છે કે ભારતના પરંપરાગત કારીગરોને નવી ટેકનોલોજી સાથે જોડીને આત્મનિર્ભર બનાવવામાં આવે જેથી તેમની સાથે સાથે દેશનો પણ વિકાસ થઇ શકે.
યોજનાનો ઉદ્દેશ્ય
વિશ્વકર્મા યોજના લાવવામાં સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કારીગરોની પૂરી ઓળખ બને અને તેમને આગળ વધવા માટે પૂરતો આધાર મળી શકે. આજના સમયમાં બજારની સ્પર્ધામાં ટકી રહેવું સહેલું નથી, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ હાથ કલા આધારિત કામ કરે છે. સરકાર ઈચ્છે છે કે આવા કારીગરોને સહાય મળે જેથી તેઓ પોતાના ધંધામાં સુધારણા કરી શકે અને આવક વધારી શકે. સરકાર આ યોજના દ્વારા તેમને લોન આપે છે, તાલીમ આપે છે, ટૂલકીટ આપે છે અને સાથે તેમના કૌશલ્યમાં પણ સુધાર લાવે છે. આમ કરીને સરકાર એવો માર્ગ બનાવે છે કે આવા લોકો પોતાની જ કળાથી પોતાનું ઘર ચલાવી શકે.
આ પણ વાંચો – GSFC Limited Recruitment: ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. દ્વારા એન્જિનિયર,મેનેજર ના પદો પર ભરતી જાહેર
યોજનાના મુખ્ય લક્ષ્યો
આ યોજનાના મુખ્ય લક્ષ્યોમાં પ્રથમ લક્ષ્ય છે કે કારીગરોને ઓળખ આપવામાં આવે, જેના માટે તેમનું ડિજિટલ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. બીજું લક્ષ્ય એ છે કે કારીગરોને નવા સમયમાં જરૂરી કૌશલ્ય અને ટેકનીક શીખવવામાં આવે જેથી તેઓ પોતાના કામમાં સુધાર લાવી શકે છે. ત્રીજું લક્ષ્ય એ છે કે તેઓને પોતાના ધંધા માટે લોન આપવામાં આવે જેથી સાધન ખરીદી શકાય છે અને ચોથું લક્ષ્ય છે કે તેઓને ટૂલકીટ માટે નાણાં મળે. અને છેલ્લું મહત્વપૂર્ણ લક્ષ્ય છે કે કારીગરોને એવી મફત તાલીમ આપવામાં આવે કે જેના આધારે તેઓ ટેકનોલોજીનો ઉપયોગ શીખી શકે અને બજાર સુધી પોતાનું ઉત્પાદન લઈ જઈ શકે. આ તમામ લક્ષ્યો સાથે સરકારે કારીગરોને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે.
યોજનાના લાભ
વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને અનેક પ્રકારની સહાય મળતી હોય છે. કારીગરોને પહેલા તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન માત્ર 5% વ્યાજ દરે મળે છે, જેનો ચૂકવણી સમયગાળો 18 મહિના છે. જો આ લોન સમયસર ચૂકવી દે તો પછી બીજા તબક્કામાં વધુ 2 લાખ રૂપિયાની લોન 30 મહિના માટે મળે છે. લોન સિવાય, તાલીમ દરમિયાન 500 રૂપિયા દૈનિક ભથ્થું પણ મળે છે, જેથી તાલીમ દરમિયાન કમાણી નહિ થવાના કારણે થતી તકલીફ ઓછી થઇ શકે. ટૂલકીટ માટે રૂ. 15,000 ની સહાય મળે છે. સાથે સાથે, કારીગરોને બિઝનેસ ચલાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ મળે છે. આમ કરીને આ યોજના ફક્ત લોન સુધી મર્યાદિત નથી, પણ કારીગરોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.
લાયકાત
આ યોજના માટે અરજી કરવા માટે કેટલીક શરતો છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. અરજદાર ભારતમાં રહેતો નાગરિક હોવો જોઈએ અને કોઈ પરંપરાગત કૌશલ્ય ધરાવતો વ્યકિત હોવો જોઈએ. જો અરજદારે અગાઉ બીજી કોઈ સરકારી યોજના જેવી કે પીએમઇજીપી, મુદ્રા, સ્વાનિધિ હેઠળ લોન લીધી હોય તો તે પાત્ર ગણાશે નહીં, સિવાય કે તે લોન સંપૂર્ણ ચૂકવી હોય. આ યોજના હેઠળ એક જ પરિવારમાંથી એક જ વ્યક્તિ અરજી કરી શકે છે. જો અરજદાર કે તેના પરિવારના સભ્યો સરકારી નોકરીમાં હોય તો તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
જરૂરી દસ્તાવેજો
જ્યારે તમે આ યોજનામાં અરજી કરો ત્યારે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. સૌથી પહેલા તમારું આધાર કાર્ડ અને ઓળખ પ્રમાણપત્ર જરૂરી છે. ત્યારબાદ રહેઠાણનો પુરાવો, એટલે કે તમે ક્યાં રહે છો તેની માહિતી આપવી જરૂરી છે. બેંક પાસબુક, જેથી લોનની રકમ સીધી તમારા ખાતામાં જમા થઈ શકે છે. જાતિ પ્રમાણપત્ર જો તમે અનામત વર્ગમાંથી હો તો એ પણ જરૂરી છે. પાસપોર્ટ સાઇઝ ફોટા પણ જરૂર પડે છે. મોબાઇલ નંબર અને ઈમેઈલ આઈડી પણ ફરજિયાત છે, જેથી તમને માહિતી આપવી સરળ બને છે.
અરજી પ્રક્રિયા
વિશ્વકર્મા યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે અને ખૂબ સરળ છે. અરજી કરવા માટે તમારે https://pmvishwakarma.gov.in વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે. પછી તમારું નામ, મોબાઈલ નંબર, વ્યવસાય, રાજ્ય વગેરે માહિતી આપવી પડે છે. ત્યારબાદ તમારું લોગિન બનાવી શકાશે. લોગિન કર્યા પછી ઓનલાઈન ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. એકવાર ફોર્મ સબમિટ થયા પછી, સરકારી વિભાગ દ્વારા તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ લોન કે તાલીમ માટે પસંદગી કરવામાં આવશે.
સહાય રકમ
આ યોજના હેઠળ કારીગરોને બે તબક્કામાં લોન આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં રૂ. 1 લાખની લોન આપવામાં આવે છે, જેની ચુકવણી માટે 18 મહિના મળતા હોય છે. જો આ લોન સમયસર ચૂકવવામાં આવે તો કારીગરને બીજા તબક્કામાં રૂ. 2 લાખ સુધીની લોન મળે છે અને તેનું ચુકવણી સમયગાળો 30 મહિના હોય છે. લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા થાય છે. લોન સિવાય તાલીમ દરમિયાન મળતો 500 રૂપિયાનો ભથ્થો અને ટૂલકીટ માટે મળતી 15,000 રૂપિયાની સહાય પણ તમારા ખાતામાં જમા થાય છે. આ તમામ સહાય ઓનલાઇન પદ્ધતિથી સરળતાથી આપવામાં આવે છે.
સંપર્ક માહિતી
જો તમારે પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધુ માહિતી જોઈએ તો તમે સરકાર દ્વારા આપવામાં આવેલ હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી શકો છો. ટોલ ફ્રી નંબર 18002677777 અથવા 17923 પર ફોન કરીને તમે તમારી પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો. આ ઉપરાંત, વેબસાઈટ પર “Contact Us” વિભાગમાં રાજ્યવાર માહિતી પણ આપવામાં આવી છે, જ્યાંથી તમારું નજીકનું સહાય કેન્દ્ર શોધી શકો છો.
નોંધ લેવા જેવી બાબત
વિશ્વકર્મા યોજના ફક્ત એ લોકોને માટે છે જેઓ વાસ્તવમાં કારીગરીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે. જો તમારું કામ દસ્તાવેજોથી સાબિત ન થઈ શકે અથવા ખોટી માહિતી આપશો તો તમારું ફોર્મ રદ થઈ શકે છે. લોન મળ્યા બાદ તેનો ઉપયોગ કારીગરીના કામ માટે જ કરવો જોઈએ. સમયસર લોનની ચુકવણી કરવી જોઈએ જેથી આગળ વધુ સહાય મેળવવી સરળ બને. એક પરિવારમાંથી ફક્ત એક સભ્યને જ આ યોજનાનો લાભ મળે છે તે ખાસ ધ્યાનમાં રાખવું.
અરજી કરવા માટે જરૂરી લિંક:
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અન્ય યોજનાની માહિતી માટે | અહીં ક્લિક કરો |